Krishna Seva Forum Index Krishna Seva
Krishna seva sada kariya(Always serve Lord Krishna)
 
 FAQFAQ   SearchSearch   MemberlistMemberlist   UsergroupsUsergroups   RegisterRegister 
 ProfileProfile   Log in to check your private messagesLog in to check your private messages   Log inLog in 

ShriMala-Tilak Sanrakshan Divas ki Badhaai

 
Post new topic   Reply to topic    Krishna Seva Forum Index -> Satsang
View previous topic :: View next topic  
Author Message
gopal
Vice President


Joined: 09 Nov 2005
Posts: 237
Location: India

PostPosted: Mon Oct 17, 2011 7:15 am    Post subject: ShriMala-Tilak Sanrakshan Divas ki Badhaai Reply with quote

    यह मारग सर्वो पर श्रीवल्लभ तुलसीमालको ..
    जुग जुग राज चल्यो आयो हरिमंदिर तिलक सुभालको ....
    महाप्रभु श्रीकंठ मध्य राखी निज संगे ...
    कीनो द्रढ़ अंगीकार राजत श्रीअंगे ..
    हुकुम भयो जहाँगीरको तुलसीमाल उतारो ..
    बहु मोलिक कंठहार मुक्ता किन धारो...
    महाप्रभु प्रताप अतुल सहित कह्यो भावे ....
    कौस्तुभ मनिनकी माला तुलसी सम ना आवे...
    तुलसीमाला परम धर्म या के सब पाछे..
    भूषण सिंगार हेत करो जित आछे..
    भुव पर महात्रास भयो व्रजमंडल भारी..
    महत्त बड़े बड़े स्वामिन मिली सबन माला उतारी ..
    श्रीविट्ठल धर्मपूत प्रगट भयो श्रीगोकुलनाथ..
    मालातिलक धर्म जात राख्यो अपने हाथ ..
    सन्मुख व्हे कियो सहाय सबको त्रास निवार्यो ..
    वल्लभदास प्रभु अपने बलते धर्म उद्धार्यो .....

....

સર્વે શ્રીગોકુલેશ ચરણ-શરણ-અનુરાગી વૈષ્ણવોને આજના શ્રીમાંલા-તિલક વિજય દિવસની અનેકાનેક વધાઈ.....

માલા-તિલકનું સંરક્ષણ - ક્યારે વિચાર્યું છે કે કેવી અદ્ભૂત લીલા થઇ ગયી! જયારે શ્રીગુસાઇજી પ્રભુચરણે પોતાની પાગ - તુલસી માલા અને શ્રીજીને ચતુર્થકુમાર શ્રીગોકુલનાથજીને સોપિયા ત્યારેજ સિદ્ધ થઇ ગયું હતું કે આગળ સંપ્રદાયની આં, બાન અને શાન (પાગ) આપશ્રી શ્રીગોકુલનાથજી કરશે જ. માલાથી ગુરુ-સેવક બધાનો ધર્મ રાખશે અને શ્રીજી શ્રીગોવેર્ધન-ઉદ્ધરણકે જેમને સ્વકીયોને રક્ષા કરેલ એટલે સ્વરૂપ સેવાનો સુન્દેર ભાવ કરશે!!
આપને શ્રીગોકુલેશ ચરણશરણ અનુરાગી વૈષ્ણવો તો જાણીએ છીએ કે આપશ્રીની આ માલા-તિલક રક્ષણની અદ્ભૂત લીલા! ચિદ્રુપ નામે માયાવાળી, અહંકારી સન્યાસીના કહેવાથી તે વખતના મુઘલ બાદશાહ જહાંગીરે દર્રેક વૈષ્ણવોને તુલસીમાળા નહિ પહેરવા તેમ વૈષ્ણવી તિલક || નહીં કરવા હુકમ કરેલ હતો. લગભગ બધાજ ડરી ગયેલ અને તે પ્રમાણે માલા-તિલક નહીં રાખેલ. પણ શ્રીગોકુલનાથજીએ આજ્ઞા કરી કે માલા-તિલકા શીર સાથે છે, એટલે કે માથું કાપી નાખવું હોઈ તો ભલે પણ તુલસીમાલા નહીં ઉતારીએ અને અમારા વૈષ્ણવી તિલક પણ અમે કરતા રહીશું જ. આપશ્રીના સેવકો પણ તેવાજ નીડર અને તેમને પણ નિર્ભય થયીને સાથ આપેલ. આપશ્રી તે સમયે કાશ્મીર પધાર્યા, લગભગ આપશ્રીની આયુ તે સમયે ૭૦વર્ષ થી અધિક હતી. માર્ગ કઠીન, છતાં ધર્મની ટેક રાખવા આપશ્રી પધાર્યા, સાથે આપશ્રીના ખુબજ નિષ્ઠાવાન, સ્વરૂપાસક્ત, નિર્ભીક અને ચરણાસકત સેવક-વૈષ્ણવો આપશ્રીની સાથે હતા. વિચારોકે તે સમયે અત્યારના સમય જેવા સુખ-સુવિધાના સાધનો નહોતા.
આપશ્રી વયોવૃદ્ધ હોવા છતાં માર્ગની રક્ષા કાજે બાદશાહને સન્માર્ગથી અવગત કરાવવા અને માલા-તિલક પર લગાવેલ પ્રતિબંધને હટાવવા આપશ્રી અતિ પરિશ્રમ કર્યો. માર્ગમાં જે જે ગામ આવતા, ત્યાં બધાજ આપશ્રીના અદ્ભૂત પ્રભાવથી શરણે આવ્યા! સન્યાસી ઘણા ચમત્કાર બાદશાહને બતાવેલ, છતાં આપશ્રીના શાસ્ત્રના વિધાનોથી બાદશાહ માલા-તિલક વિષે સત્ય સમજ્યો અને શરમથી હુકમ પાછો ખેચવા જુકવું પડયું. સર્વ સ્વકીય સમજે જય જય કાર કર્યો.....જય જય શ્રીગોકુલેશ!! જય જય શ્રીગોકુલેશ!! મારો ધણી ગોકુલેશ!! મારો ધણી ગોકુલેશ!!, હવે નથી કોઈ બીજો કલેશ, સર્વસમર્થ શ્રીગોકુલેશ!! જય જય શ્રીગોકુલેશ!!!!

શ્રીગોકુલનાથ બડે મહારાજ, તિલક-માલકી રાખી લાજ;
દિલ્લીપતીકો પરચો દિયો, ભક્ત મનોરથ પુરણ કિયો....
આજે આનંદની હેલી રે સોહાગી મારે.......


[/list]
_________________
Jai Jai ShriGokulesh Parivaar,
Baroda
Back to top
View user's profile Send private message
jagdish
Tibari Star
Tibari Star


Joined: 16 Nov 2005
Posts: 635
Location: London, U.K

PostPosted: Fri Oct 21, 2011 11:24 am    Post subject: Reply with quote

Jai Shri Krishna/Jai Jai Shri Gokulesh

Hardik belated Badhais
_________________
Best Wishes
Jagdish
Back to top
View user's profile Send private message Yahoo Messenger MSN Messenger
Display posts from previous:   
Post new topic   Reply to topic    Krishna Seva Forum Index -> Satsang All times are GMT
Page 1 of 1

 
Jump to:  
You cannot post new topics in this forum
You cannot reply to topics in this forum
You cannot edit your posts in this forum
You cannot delete your posts in this forum
You cannot vote in polls in this forum


Powered by phpBB © 2001, 2005 phpBB Group